મહેસાણા જિલ્લામાં સરકારી ભરતી 2026 | પરીક્ષા વગર સીધી ભરતી | Walk-In Interview Jobs Gujarat

Maheshana






મહેસાણા જિલ્લામાં સરકારી ભરતી 2026


મહેસાણા જિલ્લામાં સરકારી ભરતી 2026

મહેસાણા જિલ્લામાં સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારની મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી ચિલ્ડ્રન હોમમાં સીધી ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે વૉક-ઈન-ઈન્ટરવ્યૂ આધારિત રહેશે અને તેમાં કોઈપણ લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં.

ભરતી સંસ્થા : જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સરકારી ચિલ્ડ્રન હોમ, મહેસાણા
યોજના : મિશન વાત્સલ્ય યોજના
નોકરીનો પ્રકાર : 11 માસના કરાર આધારિત
ભરતી પ્રક્રિયા : સીધી ઇન્ટરવ્યૂ

ઇન્ટરવ્યૂ તારીખ અને સ્થળ

રજીસ્ટ્રેશન સમય : સવારે 09:00 થી 11:00 કલાકે

સ્થળ :
જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી,
બ્લોક નં – 2, ત્રીજો માળ,
જિલ્લા સેવા સદન (કલેક્ટર કચેરી), મહેસાણા.

  • ક્રમ 1 થી 5 માટે ઇન્ટરવ્યૂ તારીખ : 05/06/2026
  • ક્રમ 6 થી 13 માટે ઇન્ટરવ્યૂ તારીખ : 06/06/2026

જગ્યાઓ, લાયકાત અને પગાર

પોસ્ટલાયકાતઉંમરપગાર
Out Reach Worker (ORW)12 પાસ + 1 વર્ષનો અનુભવ21 થી 40 વર્ષરૂ. 12,318/-
Paramedical StaffANM / GNM / B.Sc Nursing + 1 વર્ષનો અનુભવ25 થી 40 વર્ષરૂ. 12,318/-
Art & Craft cum Music Teacherમ્યુઝિક વિશારદ / ATD / B.A (Music) + 1 વર્ષનો અનુભવ21 થી 40 વર્ષરૂ. 12,318/-
House Fatherકોઈપણ શાખામાં ગ્રેજ્યુએટ + 1 વર્ષનો અનુભવ25 થી 40 વર્ષરૂ. 14,564/-
EducatorPTC / B.Ed + 1 વર્ષનો અનુભવ21 થી 40 વર્ષરૂ. 12,318/-
Cookધોરણ 10 પાસ21 થી 40 વર્ષરૂ. 12,026/-
House Keeperધોરણ 10 પાસ21 થી 40 વર્ષરૂ. 11,767/-
Helper cum Night Watchmanધોરણ 10 પાસ21 થી 40 વર્ષરૂ. 11,767/-

જરૂરી દસ્તાવેજો

  • સહી સાથેની લેખિત અરજી
  • શૈક્ષણિક લાયકાતની માર્કશીટ અને પ્રમાણપત્રો
  • અનુભવનો દાખલો (લાયકાત પછીનો)
  • જન્મ તારીખનો પુરાવો
  • 2 પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ

મહત્વપૂર્ણ સૂચનાઓ

  • ઉંમર જાહેરાતની તારીખ મુજબ ગણવામાં આવશે.
  • ભરતી પ્રક્રિયામાં ફેરફાર અથવા રદ કરવાનો અધિકાર જિલ્લા ભરતી સમિતિ પાસે રહેશે.
  • ઉમેદવારોએ સમયસર હાજર રહેવું જરૂરી છે.


Leave a Comment