Our website is made possible by displaying online advertisements to our visitors. Please consider supporting us by whitelisting our website.

કડી નગરપાલિકા ભરતી 2026: City Manager SWM અને MIS/IT ની ભરતી, ઇન્ટરવ્યૂ દ્વારા સીધી પસંદગી

કડી નગરપાલિકા ભરતી 2026 | City Manager SWM અને MIS/IT પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ

મહત્વપૂર્ણ માહિતી

કડી નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગત 11 માસના કરાર આધારિત ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લાયક ઉમેદવારોને સીધી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવશે.

  • સંસ્થા: કડી નગરપાલિકા
  • જાહેરનામું નં: 446/2026-27
  • ભરતી પ્રકાર: 11 માસનો હંગામી કરાર
  • પસંદગી પ્રક્રિયા: ઇન્ટરવ્યૂ
  • ઇન્ટરવ્યૂ તારીખ: 30 જૂન 2026 સવારે 11:00 વાગ્યે
  • સ્થળ: કડી નગરપાલિકા કાર્યાલય, કડી

ખાલી જગ્યાઓની વિગતો

પોસ્ટ જગ્યા પગાર
સિટી મેનેજર (SWM) 1 ₹38,300 પ્રતિ મહિનો
સિટી મેનેજર (MIS/IT) 2 ₹31,300 પ્રતિ મહિનો

શૈક્ષણિક લાયકાત

સિટી મેનેજર (SWM)

B.E./B.Tech (Environmental Engineering), B.E./B.Tech (Civil Engineering),
M.E./M.Tech (Environmental Engineering) અથવા M.E./M.Tech (Civil Engineering) હોવું જરૂરી છે.

સિટી મેનેજર (MIS/IT)

B.E./B.Tech IT, M.E./M.Tech IT, BCA, B.Sc IT, MCA અથવા M.Sc IT લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.

અનુભવ

બંને પોસ્ટ માટે ડિગ્રી પૂર્ણ કર્યા બાદ ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ફરજિયાત છે.

સ્વચ્છ ભારત મિશન (SBM) હેઠળ કાર્ય કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.

નોંધ:

ઉમેદવારોએ પોતાની અરજી સાથે બાયોડેટા, શૈક્ષણિક પ્રમાણપત્રો, અનુભવના પુરાવા તથા અન્ય જરૂરી દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલો સાથે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.