સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના
ગુજરાત સરકાર દ્વારા બિન અનામત (Open / EWS) વર્ગના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ યોજના અમલમાં છે,
જેમાં વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે કોચીંગ લેતા વિદ્યાર્થીઓને નાણાકીય સહાય આપવામાં આવે છે.
યોજનાનું સ્વરૂપ અને સહાયના ધોરણો
આ યોજનાના અંતર્ગત UPSC, GPSC, સ્ટાફ સિલેક્શન કમિશન, રેલ્વે રિક્રૂટમેન્ટ બોર્ડ,
બેંક ભરતી, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, રાજ્ય પોલીસ ભરતી બોર્ડ,
સેન્ટ્રલ પોલીસ ફોર્સ સહિતની વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩ની તમામ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની
તૈયારી માટે તાલીમ લેતા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે.
દરેક વિદ્યાર્થીને રૂ. 20,000 સુધી અથવા હકીકતમાં ભરવાની થતી ફીમાંથી જે ઓછું હોય તે રકમ
DBT (Direct Benefit Transfer) મારફતે સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
આવક મર્યાદા
- કુટુંબની વાર્ષિક આવક રૂ. 6.00 લાખ કે તેથી ઓછી હોવી જરૂરી.
કોચીંગ સહાય મેળવવા માટેની મહત્વની શરતો
- માત્ર બિન અનામત / Open / EWS કેટેગરીના વિદ્યાર્થીઓ પાત્ર રહેશે.
- આ સહાય જીવનમાં ફક્ત એક જ વખત મળશે.
- વિદ્યાર્થીએ પસંદ કરેલી ભરતી પરીક્ષાની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા પૂર્ણ કરવી જરૂરી.
- ધોરણ 12માં ઓછામાં ઓછા 60% ગુણ હોવા ફરજિયાત.
- કોચીંગ સંસ્થામાં એડમિશન લીધાનું એડમિશન લેટર રજૂ કરવું પડશે.
- ઓનલાઇન અરજી સાથે તમામ મૂળ દસ્તાવેજ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે.
- ટ્યુશન ક્લાસ શરૂ થયાના 30 દિવસની અંદર હાર્ડકોપી જિલ્લા કચેરીમાં જમા કરાવવી ફરજિયાત.
- ન્યૂનતમ 90 દિવસની તાલીમ પૂર્ણ કરવી જરૂરી.
- પૂર્તતા માટે પરત કરાયેલ અરજી 15 દિવસમાં ફરી ઓનલાઇન સબમિટ કરવી પડશે.
તાલીમ આપતી સંસ્થાની લાયકાત
- સંસ્થા Trust Act / Shop Establishment Act / Company Act / Cooperative Act હેઠળ નોંધાયેલ હોવી જોઈએ.
- ન્યૂનતમ 3 વર્ષનો સ્પર્ધાત્મક પરીક્ષા તાલીમનો અનુભવ જરૂરી.
- છેલ્લા ત્રણ વર્ષના IT Returns રજૂ કરવાના રહેશે.
- માન્ય GST નંબર હોવો ફરજિયાત.
જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- ઉંમરનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર / લિવિંગ સર્ટિફિકેટ)
- રહેઠાણનો પુરાવો
- બિન અનામત / EWS પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- ધોરણ 10 અને 12ની માર્કશીટ
- કોચીંગ સંસ્થાનો રજિસ્ટ્રેશન / GST પુરાવો
- કોચીંગ ફી ભર્યાનો પુરાવો
- સંસ્થાનો એડમિશન લેટર (પરીક્ષા નામ અને ફી વિગતો સાથે)
- બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ
ઓનલાઇન અરજી લિંક્સ
👉 રજીસ્ટ્રેશન:
અહીં ક્લિક કરો
👉 લૉગિન:
અહીં ક્લિક કરો
👉 વધુ માહિતી:
અહીં ક્લિક કરો
નોંધ: આ યોજનાનો લાભ ફક્ત Open / EWS કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને જ મળશે.