|શ્રી-૧|

INJOBMAHITI





JEE, NEET, GUJCET કોચીંગ સહાય યોજના 2026 | Open / EWS વિદ્યાર્થીઓ માટે DBT સહાય




JEE, NEET અને GUJCET પરીક્ષા માટે કોચીંગ સહાય યોજના

ગુજરાત સરકાર દ્વારા બિનઅનામત (Open / EWS) વર્ગના વિધાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજનાનો હેતુ એ છે કે વિજ્ઞાન પ્રવાહના હોશિયાર વિધાર્થીઓને JEE, NEET અથવા GUJCET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આર્થિક સહાય મળી રહે.

યોજનાનો સ્વરૂપ અને સહાયની રકમ

આ યોજના હેઠળ વિધાર્થીને પસંદગીની એક જ પરીક્ષા (JEE / NEET / GUJCET) માટે કોચીંગ સહાય આપવામાં આવે છે.

  • વિધાર્થી દીઠ મહત્તમ સહાય: રૂ. 20,000/-
  • અથવા કોચીંગ માટે વાસ્તવમાં ચૂકવવાની થતી ફી
  • ઉપરોક્ત બંનેમાંથી જે ઓછી હોય તે રકમ
  • સહાય રકમ DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી વિધાર્થીના બેંક ખાતામાં જમા થશે

આવક મર્યાદા

યોજનાનો લાભ મેળવવા માટે વિધાર્થીના કુટુંબની વાર્ષિક આવક નીચે મુજબ હોવી આવશ્યક છે:

  • વાર્ષિક આવક મર્યાદા: રૂ. 6,00,000/- કે તેથી ઓછી

કોચીંગ સહાય મેળવવા માટેની લાયકાત

  • વિધાર્થી બિનઅનામત (Open / EWS) વર્ગનો હોવો જોઇએ
  • વિધાર્થી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો હોવો આવશ્યક
  • શાળાનું ચાલુ અભ્યાસ અંગેનું બોનાફાઇડ સર્ટિફિકેટ ફરજીયાત
  • આ યોજનાનો લાભ ધોરણ-12 દરમિયાન માત્ર એક જ વખત મળવાપાત્ર
  • ધોરણ-10 માં 70% અથવા તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઇએ
  • 70% ગણતરી કુલ વિષયોના કુલ ગુણના આધાર પર થશે (Percentile માન્ય નહીં)

અરજી પ્રક્રિયા વિશે મહત્વની માહિતી

  • ઓનલાઇન અરજી સાથે તમામ જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે
  • કોચીંગ ક્લાસ શરૂ થયાના 30 દિવસની અંદર અરજી કરવી ફરજીયાત
  • ઓનલાઇન અરજી બાદ તેની હાર્ડ કોપી અને સેલ્ફ અટેસ્ટેડ ડોક્યુમેન્ટ સંબંધિત જિલ્લા કચેરીએ જમા કરાવવાની રહેશે
  • વિધાર્થીએ ન્યૂનતમ 180 દિવસની તાલીમ પૂર્ણ કરવી ફરજીયાત છે
  • જો અરજીમાં કોઈ ખામી હોય તો જિલ્લા કક્ષાએથી પરત કરાશે
  • પરત થયેલી અરજી 15 દિવસની અંદર સુધારીને ફરી ઓનલાઈન સબમિટ કરવી પડશે

કોચીંગ સંસ્થાના માટેના માપદંડ

  • સંસ્થા ટ્રસ્ટ એક્ટ / શોપ એક્ટ (ગુમાસ્તા) / કંપની એક્ટ / સહકારી કાયદા હેઠળ નોંધાયેલી હોવી જોઇએ
  • NEET, JEE, GUJCET કોચીંગ ક્ષેત્રમાં ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ હોવો જોઇએ
  • છેલ્લા ત્રણ વર્ષના IT Return રજૂ કરેલા હોવા જોઇએ
  • સંસ્થાની આવકમાં સંબંધિત પરીક્ષાઓના વર્ગોની આવક દર્શાવેલી હોવી જોઇએ
  • માન્ય GST નંબર ફરજીયાત

જરૂરી ડોક્યુમેન્ટની યાદી

  • આધાર કાર્ડની નકલ
  • ઉંમરનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર / લિવિંગ સર્ટિફિકેટ)
  • રહેઠાણનો પુરાવો
  • બિન અનામત / EWS પ્રમાણપત્ર
  • આવક પ્રમાણપત્ર
  • ધોરણ-10 ની માર્કશીટ
  • શાળાનું બોનાફાઇડ સર્ટિફિકેટ
  • કોચીંગ સંસ્થાનું રજીસ્ટ્રેશન અને 3 વર્ષના અનુભવનો પુરાવો
  • બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ

મહત્વની નોંધ

આ યોજનાનો લાભ માત્ર Open / EWS કેટેગરી હેઠળ આવતા વિધાર્થીઓને જ મળવાપાત્ર છે.

ઓનલાઇન અરજી માટે મહત્વની લિંક્સ

👉 રજીસ્ટ્રેશન માટે:
અહીં ક્લિક કરો

👉 લૉગિન માટે:
અહીં ક્લિક કરો

👉 વધુ માહિતી માટે:
અહીં ક્લિક કરો

👉 આધિકૃત વેબસાઇટ:
અહીં ક્લિક કરો


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!