India Post Driver Recruitment 2026 – ઈન્ડિયા પોસ્ટ ડ્રાઈવર ભરતી
ઈન્ડિયા પોસ્ટ વિભાગ, અમદાવાદ દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવર (Staff Car Driver) પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ એક સારો મોકો છે. લાયક ઉમેદવારો પાસેથી ઓફલાઇન અરજી મંગાવવામાં આવી છે.
ભરતીનો સંક્ષિપ્ત વિગત
- વિભાગ : India Post Department
- પોસ્ટનું નામ : સ્ટાફ કાર ડ્રાઈવર
- કુલ ખાલી જગ્યાઓ : 48
- અરજી પ્રક્રિયા : ઓફલાઇન
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- ઉમેદવાર ધોરણ 10 પાસ હોવો જરૂરી છે
- હળવા (LMV) અને ભારે (HMV) વાહન માટેનું માન્ય ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ
- મોટર મિકેનિઝમનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી
- હળવા તથા ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ
પગાર ધોરણ
પસંદ થયેલ ઉમેદવારને રૂ. 19,900/- પ્રતિ મહિના (7th Pay Commission મુજબ) પગાર મળશે.
અરજી ફી
- જનરલ / OBC / EWS ઉમેદવારો : રૂ. 100/-
- મહિલા ઉમેદવારો તથા SC / ST ઉમેદવારો : ફી માફ
ફી કોઈપણ કોમ્પ્યુટરાઈઝ્ડ પોસ્ટ ઓફિસમાં ચલણ (Challan) દ્વારા ભરવાની રહેશે.
E-Biller Name : Senior Manager, MMS Ahmedabad
E-Biller ID : 1000099011
મહત્વપૂર્ણ તારીખ
- અરજી કરવાની છેલ્લી તારીખ : 19/01/2026 (સાંજે 6:00 વાગ્યા સુધી)
અરજી મોકલવાનું સરનામું
Senior Manager (GR.A)
Mail Motor Service,
GPO Compound, Salapas Road,
Mirzapur, Ahmedabad – 380001
જરૂરી દસ્તાવેજો
- જન્મ તારીખનો પુરાવો
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
- ડ્રાઈવિંગ લાયસન્સ
- ડ્રાઈવિંગ અનુભવનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર (લાગુ પડે તો)
નોંધ : અરજી સાથે અસલ પ્રમાણપત્રો મોકલવાના નથી. પસંદગી બાદ માંગવામાં આવે ત્યારે જ રજૂ કરવાના રહેશે.
ફોટોગ્રાફ સંબંધિત સૂચના
અરજી ફોર્મ પર નિર્ધારિત જગ્યાએ નવો રંગીન પાસપોર્ટ સાઈઝ ફોટો ચોંટાડવો. એક વધારાનો ફોટો અરજી સાથે પિન કરવો અને પાછળ ઉમેદવારનું નામ લખવું.
મહત્વપૂર્ણ લિંક્સ
-
ભરતી નોટિફિકેશન :
અહીં ક્લિક કરો
-
અરજી ફોર્મ ડાઉનલોડ :
અહીં ક્લિક કરો
-
ઉંમર ગણતરી કરવા :
Age Calculator
-
અધિકૃત વેબસાઈટ :
India Post
આ લેખને મિત્રો સાથે શેર કરો જેથી યોગ્ય ઉમેદવાર સુધી માહિતી પહોંચી શકે.