ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં એપ્રેન્ટિસ ભરતી 2025-26
ગુજરાત સરકાર હેઠળ કાર્યરત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) દ્વારા
મહીસાગર જિલ્લાની વિવિધ કચેરીઓ માટે એપ્રેન્ટિસ અધિનિયમ, 1961 અંતર્ગત
વર્ષ 2025-26 (બીજો પ્રયત્ન) માટે એપ્રેન્ટિસ ભરતી જાહેર કરવામાં આવી છે.
આ ભરતી ઇન્ટરવ્યુ આધારે કરવામાં આવશે. લાયક ઉમેદવારોને નીચે દર્શાવેલ તારીખે
અને સ્થળે જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવાનું રહેશે.
એપ્રેન્ટિસ પોસ્ટ અને લાયકાત
- બી.ઇ. એન્જિનિયર (સિવિલ)
- અન્ય કોઈપણ ગ્રેજ્યુએશન
- ડિપ્લોમા એન્જિનિયર (સિવિલ)
- આઈ.ટી.આઈ. બે વર્ષના ટ્રેડવાળા ઉમેદવાર
માસિક સ્ટાઈપેન્ડ વિગતો
| એપ્રેન્ટિસનો પ્રકાર | માસિક સ્ટાઈપેન્ડ |
|---|---|
| બી.ઇ. એન્જિનિયર (સિવિલ) | રૂા. 15,000/- |
| અન્ય ગ્રેજ્યુએશન | રૂા. 15,000/- |
| ડિપ્લોમા એન્જિનિયર (સિવિલ) | રૂા. 15,000/- |
| આઈ.ટી.આઈ. (બે વર્ષ ટ્રેડ) | રૂા. 8,000/- |
ઇન્ટરવ્યુ તારીખ અને સમય
📅 ઇન્ટરવ્યુ તારીખ : 21 જાન્યુઆરી 2026 (બુધવાર)
⏰ સમય : સવારે 11:00 કલાકથી સાંજે 04:00 કલાક સુધી
ઇન્ટરવ્યુ સ્થળ
કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી,
જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ,
રિલાયન્સ પેટ્રોલ પંપની સામે,
હોટલ વૃંદાવનની બાજુમાં,
ગોધરા રોડ, લુણાવાડા,
જી. મહીસાગર – 389230
મહત્વપૂર્ણ સૂચનાઓ
- ઉમેદવારનું Skill India / MSDE અથવા MHRD (NHRD) પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત છે.
- એપ્રેન્ટિસશીપનો સમયગાળો એક વર્ષનો રહેશે.
- પસંદ થયેલ ઉમેદવાર એક વર્ષથી વધુ સમય માટે દાવો કરી શકશે નહીં.
- ઇન્ટરવ્યુ સમયે તમામ લાયકાતના દસ્તાવેજો, પાસબુકની નકલ અને 2 પાસપોર્ટ સાઈઝ ફોટા લાવવાના રહેશે.
- ઉમેદવારોની પસંદગી અંગે અંતિમ અધિકાર સત્તાધિકારી પાસે રહેશે.
હેલ્પલાઇન
પીવાના પાણી સંબંધિત સમસ્યા માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની
હેલ્પલાઇન નંબર 1916 પર સંપર્ક કરી શકાય છે.
(માહિતી સ્ત્રોત : ગોધરા – 860-25)