GVK (EMRI) 108 ઈમરજન્સી સેવા ભરતી 2026
GVK EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ ગુજરાત સરકારની નોડલ એજન્સી તરીકે PPP (Public Private Partnership) મોડેલ હેઠળ
108 ઈમરજન્સી સેવાનું સંચાલન કરે છે. હાલ 108 પ્રોજેક્ટ માટે
ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) ની જગ્યાઓ માટે તાત્કાલિક ભરતી જાહેર કરવામાં આવી છે.
પોસ્ટ વિગતો
- પોસ્ટનું નામ : ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT)
- ભરતી પ્રક્રિયા : વોક-ઇન ઇન્ટરવ્યૂ
- નોકરી સ્થળ : ગુજરાત રાજ્યમાં કોઈપણ સ્થળ
લાયકાત
- B.Sc
- GNM
- ANM
- HAT (TEB)
- અનુભવી તથા બિનઅનુભવી ઉમેદવારો અરજી કરી શકે છે
ઉંમર અને શારીરિક માપદંડ
- ઉંમર મર્યાદા : મહત્તમ 35 વર્ષ
- વજન : ઓછામાં ઓછું 45 કિલો
પગાર
માસિક પગાર : રૂ. 23,538/- (CTC)
કામની શરતો
- દિવસ અને રાત્રી બંને શિફ્ટમાં કામ કરવાની તૈયારી
- ગુજરાતમાં કોઈપણ જિલ્લામાં ફરજ બજાવવા માટે તૈયાર હોવું
ઇન્ટરવ્યૂ વિગતો
- ઇન્ટરવ્યૂ તારીખ : 06 જાન્યુઆરી 2026
- સમય : સવારે 10:00 વાગ્યા થી બપોરે 02:00 વાગ્યા સુધી
ઇન્ટરવ્યૂ સ્થળ
- 108 એમ્બ્યુલન્સ, ઇમરજન્સી વોર્ડ સામે, SSG હોસ્પિટલ, રાવપુરા, વડોદરા
- 108 એમ્બ્યુલન્સ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, ST બસ સ્ટેન્ડ પાસે, રાજકોટ
- 108 ઓફિસ, સરકારી વિશ્રામ ગૃહ, માલપુર રોડ, મોડાસા, અરવલ્લી
- 108 એમ્બ્યુલન્સ, પંપ હાઉસ રણજીત સાગર રોડ, પટેલ પાર્ક પાસે, જામનગર
- 108 ઓફિસ, કલેક્ટર કચેરી, સેવા સદન-1, ગોધરા, પંચમહાલ
- 108 એમ્બ્યુલન્સ ઓફિસ, સર ટી હોસ્પિટલ, અમૂલ પાર્લર ઉપર, ભાવનગર
- 108 ઓફિસ, પહેલો માળ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, માંડવી, સુરત
- 108 ઓફિસ, રામોસણા પુલ નીચે, પાલનપુર-મહેસાણા હાઇવે, મહેસાણા
- 108 એમ્બ્યુલન્સ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નં. 2, જૂનું ટ્રોમા સેન્ટર, GMERS હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ), વલસાડ
જરૂરી સૂચનાઓ
- ઉમેદવારોને જરૂરી શૈક્ષણિક દસ્તાવેજોની ઝેરોક્ષ અને મૂળ નકલ સાથે લાવવી
- ઇન્ટરવ્યૂ માટે અગાઉથી નોંધણી કરવાની જરૂર નથી
વધુ માહિતી માટે સંપર્ક
📞 078-22814886
📞 8824270108
નોટ : આ ભરતી માહિતી સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે ઇન્ટરવ્યૂ માટે સમયસર હાજર રહે.