|શ્રી-૧|

INJOBMAHITI





GTU CCC Re-Exam Form 2026 | સરકારી કર્મચારીઓ માટે CCC ફરી પરીક્ષા ફોર્મ



GTU દ્વારા CCC Re-Exam ફોર્મ શરૂ | સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ માહિતી

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) દ્વારા CCC (Course on Computer Concepts) માટેના Re-Exam ફોર્મ શરૂ કરવામાં આવ્યા છે.
આ ફોર્મ ખાસ કરીને તેવા ઉમેદવારો માટે છે જે હાલમાં સરકારી નોકરીમાં કાર્યરત છે.

જો તમે અગાઉ CCC પરીક્ષામાં નાપાસ થયા હો અથવા પરીક્ષામાં ગેરહાજર રહ્યા હો, તો તમે આ Re-Exam માટે અરજી કરી શકો છો.


કોણ ફોર્મ ભરી શકે?

  • માત્ર સરકારી નોકરી કરતા ઉમેદવારો
  • CCC પરીક્ષામાં અગાઉ ફેઈલ થયેલા ઉમેદવારો
  • અગાઉ પરીક્ષામાં ગેરહાજર રહેલા ઉમેદવારો

નોંધ: પ્રથમ વખત પરીક્ષા આપનાર ઉમેદવારો આ ફોર્મ માટે પાત્ર નથી.


ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સહી (Signature)
  • માન્ય મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી
  • પાન કાર્ડ
  • સરકારી નોકરી જોડાવાની તારીખ
  • રીટાયરમેન્ટ તારીખ

CCC Re-Exam ફી વિગતો

પરીક્ષા પ્રકાર ફી
પ્રેક્ટિકલ પરીક્ષા ₹100/-
થિયરી પરીક્ષા ₹100/-
પ્રેક્ટિકલ + થિયરી ₹200/-

ફી ઓનલાઇન માધ્યમથી ભરવાની રહેશે જેમ કે ડેબિટ કાર્ડ (ATM), ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેંકિંગ.


મહત્વપૂર્ણ સૂચનાઓ

  • ફોર્મ મોબાઇલ ફોન દ્વારા ભરી શકાશે નહીં
  • ફોર્મ ભરવા માટે ડેસ્કટોપ અથવા લેપટોપ જરૂરી છે
  • સાચી માહિતી આપવી ફરજિયાત છે, ખોટી માહિતી આપવાથી ફોર્મ રદ થઈ શકે છે

ઉપયોગી લિંક્સ

👉 અગત્યની સૂચનાઓ માટે: અહીં ક્લિક કરો

👉 ઓફિશિયલ વેબસાઇટ માટે: અહીં ક્લિક કરો

👉 નવું રજીસ્ટ્રેશન કરવા માટે: અહીં ક્લિક કરો

👉 લૉગિન માટે: અહીં ક્લિક કરો


આ માહિતી GTU દ્વારા જાહેર કરાયેલ અધિકૃત સૂચનાઓના આધારે તૈયાર કરવામાં આવી છે.
ફોર્મ ભરતા પહેલાં એક વાર ઓફિશિયલ નોટિફિકેશન જરૂર વાંચો.

સરકારી નોકરી સંબંધિત વધુ અપડેટ, ભરતી અને પરીક્ષા સમાચાર માટે અમારી વેબસાઇટ INJOBMAHITI સાથે જોડાયેલા રહો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!