GPSC ભરતી 2026: પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા તારીખ જાહેર
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વિવિધ જાહેરાતોની પ્રાથમિક અને મુખ્ય લેખિત પરીક્ષાની તારીખો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં સામેલ છે, તેમના માટે આ મહત્વપૂર્ણ અપડેટ છે.
આયોગ દ્વારા આયોજિત થનારી તમામ પરીક્ષાઓનો અભ્યાસક્રમ GPSC ની અધિકૃત વેબસાઇટ
gpsc.gujarat.gov.in
પર ઉપલબ્ધ છે.
GPSC પરીક્ષા શેડ્યૂલ વિગત
| ક્રમ | પોસ્ટનું નામ | જાહેરાત નં. | પરીક્ષા તારીખ | પ્રવેશપત્ર તારીખ |
|---|---|---|---|---|
| 1 | કચેરી અધિક્ષક / વિજીલન્સ ઓફિસર, વર્ગ-3 (GMC) | 09/2024-25 | 28-01-2025 | 20-01-2025 |
| 2 | રહસ્ય સચિવ વર્ગ-2 (અંગ્રેજી) ગ્રેડ-1 | 28/2025-26 | 16-02-2026 (શોર્ટહેન્ડ ટેસ્ટ) | 05-02-2025 |
| 3 | રહસ્ય સચિવ વર્ગ-2 (ગુજરાતી) ગ્રેડ-1 | 44/2025-26 | 16-02-2026 (શોર્ટહેન્ડ ટેસ્ટ) | 05-02-2025 |
| 4 | દંતસર્જન, ગુ. આરોગ્ય સેવા, વર્ગ-2 | 102/2025-26 | 18-02-2025 (3:00 થી 6:00) | 07-02-2025 |
| 5 | નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર (દિવ્યાંગ) | 127/2024-25 | 20, 21, 22 ફેબ્રુઆરી 2026 | 11-02-2025 |
| 6 | નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર | 08/2025-25 | 20, 21, 22 ફેબ્રુઆરી 2026 | 11-02-2025 |
| 7 | નાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ) | 67/2024-25 | 22, 23, 24 ફેબ્રુઆરી 2026 | 11-02-2025 |
GPSC કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું?
- સૌ પ્રથમ gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટ ખોલો
- “Call Letter / Form” વિકલ્પ પસંદ કરો
- Preliminary અથવા Main Exam Call Letter પર ક્લિક કરો
- પોસ્ટ પસંદ કરી Confirmation Number અને જન્મ તારીખ દાખલ કરો
- Print Call Letter પર ક્લિક કરીને કોલ લેટર ડાઉનલોડ કરો
નોંધ: પરીક્ષા દિવસે માન્ય ફોટો ઓળખપત્ર ફરજિયાત છે.
અરજી ફી અને પ્રોસેસ ચાર્જ સંબંધિત મહત્વપૂર્ણ સૂચના
જે બિનઅનામત વર્ગના ઉમેદવારો દ્વારા અરજી ફી ભરવામાં આવી નથી, તેઓ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે નહીં. આવા ઉમેદવારોને રૂ. 500/- પ્રોસેસ ચાર્જ ઓનલાઇન અથવા GPSC કચેરી ખાતે ભરવાનો રહેશે.
પ્રોસેસ ચાર્જ માટે ઉમેદવારો
FEES MODULE
માધ્યમથી ચુકવણી કરી શકે છે.
મહત્વપૂર્ણ લિંક્સ
Follow Us: @GPSC Official
તારીખ: 20/01/2026