લીલીયા તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન (MDM) યોજનામાં નવી ભરતી 2026
લીલીયા મોટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન (MDM) યોજના હેઠળ વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ધોરણ 10 પાસ અને નિર્ધારિત ઉંમર ધરાવતા ઉમેદવારો માટે આ સારી તક છે. ઉમેદવારોએ ઓફલાઇન અરજી પ્રક્રિયા દ્વારા ફોર્મ ભરવાનું રહેશે.
છેલ્લી તારીખ : 01 જૂન 2026 (બપોરે 2:00 વાગ્યા સુધી)
📌 જગ્યાઓની વિગત
| શાળાનું નામ | પોસ્ટ |
|---|---|
| સનાળીયા પ્રાથમિક શાળા (કેન્દ્ર નં. 35) | સંચાલક-કમ-કુક |
| આંબા પ્રાથમિક શાળા (કેન્દ્ર નં. 02) | કુક |
| ભોરીંગડા પ્રાથમિક શાળા (કેન્દ્ર નં. 28) | કુક |
| ખારા પ્રાથમિક શાળા (કેન્દ્ર નં. 09) | કુક-કમ-હેલ્પર |
| લીલીયા કુમાર શાળા (કેન્દ્ર નં. 30) | કુક-કમ-હેલ્પર |
| ઢાંગલા પ્રાથમિક શાળા (કેન્દ્ર નં. 14) | સંચાલક-કમ-કુક, કુક, કુક-કમ-હેલ્પર |
| નાના લીલીયા પ્રાથમિક શાળા | કુક-કમ-હેલ્પર |
🎓 લાયકાત અને ઉંમર મર્યાદા
- શૈક્ષણિક લાયકાત : ધોરણ 10 પાસ ફરજિયાત
- ઉંમર મર્યાદા : 20 વર્ષથી 60 વર્ષ સુધી
📝 અરજી પ્રક્રિયા
- અરજી ફોર્મ મામલતદાર કચેરી, લીલીયા ખાતેથી કચેરી સમય દરમિયાન મેળવવાનું રહેશે.
- ફોર્મ મેળવવાની અને જમા કરવાની તારીખ : 21 મે થી 01 જૂન 2026 સુધી.
- ભરેલું ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે મામલતદાર કચેરીની રજીસ્ટ્રી ટેબલ પર રૂબરૂ જમા કરાવવાનું રહેશે.
- અરજી જમા કરવાની છેલ્લી સમય મર્યાદા : 01 જૂન 2026, બપોરે 2:00 વાગ્યા સુધી.
- અધૂરી અથવા મોડેથી મળેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
નોંધ : ઉમેદવારોએ તમામ આધાર પુરાવા સાથે અરજી સબમિટ કરવી જરૂરી છે.