GSRTC અમરેલી ભરતી 2026 : એપ્રેન્ટિસ માટે નવી ભરતી જાહેર, ITI પાસ ઉમેદવારો માટે સારો મોકો
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) અમરેલી વિભાગ દ્વારા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસ ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ITI પાસ તથા 10 પાસ ઉમેદવારો માટે સરકારી ક્ષેત્રમાં ટ્રેનિંગ સાથે કારકિર્દી બનાવવાનો આ સારો અવસર છે. રસ ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા ઓફલાઇન અરજી કરવાની રહેશે.
ભરતીની મુખ્ય માહિતી
- સંસ્થા : GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ)
- વિભાગ : અમરેલી વિભાગ
- પોસ્ટ : એપ્રેન્ટિસ
- અરજી પ્રક્રિયા : ઓફલાઇન
- અરજી સ્થળ : GSRTC વિભાગીય કચેરી, લાઠી રોડ, અમરેલી – 365601
ઉપલબ્ધ ટ્રેડ
| ક્રમ | ટ્રેડનું નામ |
|---|---|
| 1 | ડીઝલ મિકેનિક |
| 2 | MMV |
| 3 | ઇલેક્ટ્રિશિયન |
| 4 | ફિટર |
| 5 | વેલ્ડર |
| 6 | વાયરમેન |
મહત્વપૂર્ણ તારીખો
- ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ : 29 મે 2026
- અરજી કરવાની છેલ્લી તારીખ : 30 મે 2026
- સમય : સાંજે 04:00 વાગ્યા સુધી
શૈક્ષણિક લાયકાત
- ધોરણ 10 પાસ
- ધોરણ 12 પાસ
- સંબંધિત ટ્રેડમાં ITI પાસ
જરૂરી ડોક્યુમેન્ટ
- લાયકાત મુજબની માર્કશીટ
- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC)
- જાતિનો દાખલો
- આધાર કાર્ડ
- બેન્ક પાસબુક
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- સહી
- ચાલુ મોબાઇલ નંબર
- ઈમેલ ID
એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન
ઉમેદવારોએ એપ્રેન્ટિસ માટે પહેલા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું જરૂરી રહેશે.
અરજી ક્યાં મોકલવી ?
સરનામું :
GSRTC વિભાગીય કચેરી,
લાઠી રોડ, અમરેલી – 365601
મહત્વપૂર્ણ સૂચના
અરજી કરતા પહેલા ઉમેદવારોએ તમામ ડોક્યુમેન્ટ તૈયાર રાખવા. અધૂરી અરજી સ્વીકારવામાં આવશે નહીં. છેલ્લી તારીખ પહેલા અરજી કરવી જરૂરી છે.
આ માહિતી તમારા મિત્રો સાથે WhatsApp, Facebook અને Telegram માં જરૂર શેર કરો જેથી વધુ લોકોને સરકારી ભરતીની માહિતી મળી શકે.