Morbi Municipal Corporation Recruitment 2026
મોરબી મહાનગરપાલિકા ભરતી 2026 અંતર્ગત સ્વચ્છ ભારત મિશન હેઠળ સિટી મેનેજર (SWM) અને સિટી મેનેજર (IT) માટે નવી કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. લાયક ઉમેદવારોને ઓફલાઇન અરજી કરવાની રહેશે.
ભરતીની મુખ્ય માહિતી
- સંસ્થા: મોરબી મહાનગરપાલિકા, મોરબી
- પોસ્ટનું નામ: સિટી મેનેજર (SWM), સિટી મેનેજર (IT)
- કુલ જગ્યાઓ: 02
- પગાર: ₹30,000/- પ્રતિ માસ
- નોકરી પ્રકાર: 11 મહિના માટે કરાર આધારિત
- અરજી પ્રક્રિયા: ઓફલાઇન
- જાહેરાત તારીખ: 22-01-2026
- છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર
પોસ્ટ પ્રમાણે વિગત
1. સિટી મેનેજર (SWM)
- જગ્યાઓ: 01
- શૈક્ષણિક લાયકાત:
B.E./B.Tech (Environment / Civil) અથવા
M.E./M.Tech (Environment / Civil) - અનુભવ: ડિગ્રી મેળવ્યા બાદ ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ
- પગાર: ₹30,000/- પ્રતિ માસ
2. સિટી મેનેજર (IT)
- જગ્યાઓ: 01
- શૈક્ષણિક લાયકાત:
B.E./B.Tech IT,
M.E./M.Tech IT,
MCA / M.Sc IT,
B.Tech Computer Science & Engineering - અનુભવ: ડિગ્રી મેળવ્યા બાદ ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ
- પગાર: ₹30,000/- પ્રતિ માસ
અરજી કરવાની રીત
આ ભરતી માટે ઉમેદવારોએ રજીસ્ટર્ડ પોસ્ટ / સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે. અરજી સાથે શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો અને અનુભવના પ્રમાણપત્ર જોડવા ફરજિયાત છે.
અરજી મોકલવાનું સરનામું:
નાયબ કમિશનર (વ),
મોરબી મહાનગરપાલિકા,
મોરબી
મહત્વપૂર્ણ સૂચનાઓ
- આ ભરતી સંપૂર્ણપણે તદન હંગામી અને કરાર આધારિત છે.
- અરજી સમયમર્યાદા બાદ સ્વીકારવામાં આવશે નહીં.
- અધૂરી અરજી રદ ગણાશે.
- વધુ માહિતી માટે અધિકૃત જાહેરાત વાંચવી.
અધિકારી: (કુલદીપસિંહ વાળા, GAS)
પદ: નાયબ કમિશનર, મોરબી મહાનગરપાલિકા