|શ્રી-૧|

INJOBMAHITI





સરકારી મધ્યસ્થ મુદ્રણાલય ગાંધીનગર એપ્રેન્ટિસ ભરતી 2026



સરકારી મધ્યસ્થ મુદ્રણાલય ગાંધીનગર એપ્રેન્ટિસ ભરતી 2026

એપ્રેન્ટિસ અધિનિયમ – 1961 હેઠળ સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર દ્વારા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ માટે ભરતીની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે, જેમાં સરકારના વિભાગમાં તાલીમ મેળવી ભવિષ્યમાં કારકિર્દી વિકસાવી શકાય છે.

ખાલી જગ્યાઓની વિગત

ટ્રેડનું નામ કુલ જગ્યાઓ લાયકાત
બુક બાઈન્ડર 28 ધોરણ 9 પાસ
ઑફસેટ મશીન માઇન્ડર 10 ધોરણ 10 પાસ (સાયન્સ સાથે)

ઉંમર મર્યાદા

ઉમેદવારની ઉંમર 31 જાન્યુઆરી 2026ના રોજ 14 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

નોંધ: બુક બાઈન્ડર ટ્રેડમાં ITI પાસ ઉમેદવારોને 1 વર્ષની ઉંમર છૂટ મળશે.

મહત્વની તારીખ

એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન ફરજિયાત

દરેક ઉમેદવારે Apprenticeship India Portal પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ. રજીસ્ટ્રેશન નંબર અરજી ફોર્મમાં દર્શાવવો અનિવાર્ય છે.

રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો

અરજી કરવાની પ્રક્રિયા

રજીસ્ટ્રેશન બાદ ઉમેદવારે નીચેના દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત નકલો સાથે પોતાની અરજી 31 જાન્યુઆરી 2026 સુધીમાં નીચેના સરનામે પહોંચે તે રીતે મોકલવાની રહેશે.

સરનામું:
શ્રેયાન વ્યવસ્થાપકશ્રી,
સરકારી મધ્યસ્થ મુદ્રણાલય,
ઘ-7 સર્કલ નજીક, સેક્ટર-29,
ગાંધીનગર – 382029

પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયામાં રૂબરૂ મુલાકાત લેવામાં આવશે. ઉમેદવારોએ ઇન્ટરવ્યુ માટે પોતાના ખર્ચે હાજર રહેવાનું રહેશે.

તાલીમ સમયગાળો અને સ્ટાઇપેન્ડ

તાલીમનો સમયગાળો અને સ્ટાઇપેન્ડ એપ્રેન્ટિસ અધિનિયમ – 1961 મુજબ રહેશે. તાલીમ પૂર્ણ થયા બાદ ઉમેદવાર આપોઆપ મુક્ત ગણાશે.

મહત્વની લિંક્સ

નોંધ: એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન ફોર્મ મોબાઈલમાં નહીં, ફક્ત ડેસ્કટોપ અથવા લેપટોપમાં જ ભરવું.


માહિતી નં: 2367/2025-26
વિભાગ: સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ગાંધીનગર


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!