વિદ્યાર્થી પરિવહન સહાય યોજના 2026 : કોણ પાત્ર? કેટલો લાભ મળે?
રાજ્ય સરકાર દ્વારા શાળા જતા વિદ્યાર્થીઓને પરિવહન સુવિધા માટે ખાસ સહાય આપવામાં આવે છે.
જે વિદ્યાર્થીઓને રોજ શાળાએ પહોંચવા માટે લાંબું અંતર પગપાળા પસાર કરવું પડે છે,
તેવા વિદ્યાર્થીઓ માટે આ યોજના ખૂબ ઉપયોગી છે.
યોજનાનો લાભ કોને મળે?
નીચે મુજબની શરતો પૂર્ણ કરતા વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે:
-
ધોરણ 1 થી 5:
જો વિદ્યાર્થીને શાળાએ પહોંચવા માટે 1 કી.મી.થી વધુ અંતર ચાલીને જવું પડે. -
ધોરણ 6 થી 8:
જો વિદ્યાર્થીને શાળાએ પહોંચવા માટે 3 કી.મી.થી વધુ અંતર ચાલીને જવું પડે.
કેટલો લાભ આપવામાં આવે છે?
યોજનામાં ધોરણ પ્રમાણે નીચે મુજબ નાણાકીય સહાય આપવામાં આવે છે:
| ધોરણ | સહાયની રકમ |
|---|---|
| ધોરણ 1 થી 5 | રૂ. 400/- |
| ધોરણ 6 થી 8 | રૂ. 400/- |
સહાય કોને આપવામાં આવે છે?
આ સહાયની રકમ સીધી વિદ્યાર્થીને નહીં પરંતુ
વિદ્યાર્થીને શાળાએ લઈ જનાર રીક્ષા માલિકને ચૂકવવામાં આવે છે,
જેથી વિદ્યાર્થીને નિયમિત અને સુરક્ષિત પરિવહન સુવિધા મળી રહે.
લાભ ક્યાંથી મેળવવો?
આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીએ
સંબંધિત શાળામાં સંપર્ક કરવાનો રહેશે.
શાળા દ્વારા જરૂરી ચકાસણી કર્યા બાદ સહાયની પ્રક્રિયા કરવામાં આવે છે.
મહત્વપૂર્ણ નોંધ
- યોજનાનો લાભ માત્ર પાત્ર વિદ્યાર્થીઓને જ મળશે.
- અંતર સંબંધિત નિયમો શાળા દ્વારા ચકાસવામાં આવે છે.
- સરકારી માર્ગદર્શિકા અનુસાર સહાય આપવામાં આવે છે.
આવી વધુ સરકારી યોજનાઓ, શિષ્યવૃત્તિ, ભરતી અને શિક્ષણ સંબંધિત માહિતી માટે
અમારી વેબસાઇટ સાથે જોડાયેલા રહો.