MYSY Scholarship 2026-27: ફ્રેશ અને રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે અરજી શરૂ
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY Scholarship) હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે Fresh, Renewal અને Delayed કેટેગરીમાં ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ છે. જે વિદ્યાર્થીઓ MYSY Scholarship માટે અરજી કરવા ઈચ્છે છે, તેઓએ નિર્ધારિત સમયમર્યાદામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
MYSY Scholarship 2026-27 – મહત્વની તારીખો
| વિગત | છેલ્લી તારીખ |
|---|---|
| Fresh વિદ્યાર્થી ઓનલાઈન અરજી | 16/09/2026 સાંજે 6:00 વાગ્યા સુધી |
| Renewal વિદ્યાર્થી ઓનલાઈન અરજી | 16/09/2026 સાંજે 6:00 વાગ્યા સુધી |
| Delayed અરજી | 16/09/2026 સાંજે 6:00 વાગ્યા સુધી |
| Help Center પર Document Verification | 23/09/2026 સુધી |
ખાસ નોંધ: ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2026 છે. ત્યારબાદ MYSY Scholarship માટે અરજી સ્વીકારવામાં આવશે નહીં. અરજી કર્યા બાદ જરૂરી દસ્તાવેજોનું Help Center ખાતે Document Verification પણ સમયસર કરાવવું જરૂરી છે.
MYSY Scholarship માટે કયા વિદ્યાર્થીઓ અરજી કરી શકે?
- નવા એટલે કે Fresh વિદ્યાર્થીઓ
- પહેલેથી MYSY Scholarship મેળવતા Renewal વિદ્યાર્થીઓ
- નિયમ મુજબ Delayed અરજી કરનાર વિદ્યાર્થીઓ
- અલગ અલગ માન્ય અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા પાત્ર વિદ્યાર્થીઓ
સ્કોલરશીપ ફોર્મ ભરતા પહેલા આ દસ્તાવેજો તૈયાર રાખો
MYSY Scholarship Online Form ભરતા પહેલા જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજો યોગ્ય ફોર્મેટમાં તૈયાર રાખવાથી અરજી કરતી વખતે મુશ્કેલી ટાળી શકાય છે.
- ફોટો અને સહી
- LC / School Leaving Certificate
- આવકનો દાખલો
- જાતિનો દાખલો, લાગુ પડતો હોય તો
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- બેન્ક પાસબુક
- છેલ્લા અભ્યાસક્રમની માર્કશીટ
- Self Declaration Form
- કોલેજ દ્વારા આપવામાં આવતું Certificate
- હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે Hostel Certificate
- કાયમી ઉપયોગમાં હોય તે મોબાઈલ નંબર
- ચાલુ અને Login થઈ શકે તેવી Email ID
MYSY Scholarship માટે જરૂરી Certificate ના નમૂના
- Institute Certificate – ગુજરાતી
- Certificate – English
- Income Certificate
- Self Declaration Form 2026-27
- Renewal Institute Certificate – ગુજરાતી
- Renewal Institute Certificate – English
- પરિણામ જાહેર ન થયું હોય અથવા મોડું થવાની શક્યતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે પરિશિષ્ટ-9
મહત્વપૂર્ણ: ઉપર જણાવેલા દસ્તાવેજોના નમૂના મુજબ પ્રમાણપત્રો તૈયાર રાખીને ત્યારબાદ MYSY Scholarship Form ભરવાની પ્રક્રિયા કરવી.
MYSY Scholarship 2026-27 માટે કોર્ષ મુજબ Department
ફોર્મ ભરતી વખતે દરેક વિદ્યાર્થીએ પોતાના અભ્યાસક્રમ અનુસાર યોગ્ય Department પસંદ કરવાનું રહેશે.
| Department | અભ્યાસક્રમો |
|---|---|
| Technical | Bachelor of Engineering, B.Pharm, B.Tech, B.Voc, Architecture, Pharm D, Dual Degree Integrated (Diploma + Degree), D2D |
| Medical | Dental, MBBS, Physiotherapist, B.Sc Nursing, BPT, Optometry, BPO, Audiology |
| Ayurveda | Ayurveda, Homeopathy, Naturopathy, BHMS |
| Higher | B.A, BBA, B.Com, B.Sc, BCA, BBA, BCA Integrated, MSc IT Integrated, MBA, MCA Integrated, Integrated MSc (Biotech), Hotel Management, Bachelor of Design, Bachelor in Rural Studies, B.Com LLB Integrated |
| Diploma | Diploma in Chemical Engineering, Diploma in Computer Engineering, Diploma in Textile Design, Diploma in Mechanical Engineering, Diploma in Electrical and Electronics Engineering, Diploma in Electronics & Communication Engineering, Diploma in Computer Science and Engineering, Diploma Engineering, Diploma in Horticulture, Diploma in Pharmacy |
| Nursing | ANM, GNM |
| Veterinary | Bachelor of Veterinary Science, Bachelor of Veterinary Medicine & Surgery |
| Agriculture | B.Sc Agriculture, B.Sc in Animal Husbandry |
MYSY Scholarship 2026-27 – ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ MYSYની અધિકૃત વેબસાઇટ પર જાઓ.
- Fresh વિદ્યાર્થી હોય તો Registration પ્રક્રિયા પૂર્ણ કરો.
- તમારા અભ્યાસક્રમ પ્રમાણે યોગ્ય Department પસંદ કરો.
- વ્યક્તિગત માહિતી અને અભ્યાસ સંબંધિત વિગતો ભરો.
- જરૂરી દસ્તાવેજો અને પ્રમાણપત્રો અપલોડ કરો.
- ફોર્મ Submit કરતા પહેલા તમામ વિગતો કાળજીપૂર્વક ચકાસો.
- અરજી Submit કર્યા બાદ જરૂરી હોય તો Help Center ખાતે Document Verification કરાવો.
MYSY Scholarship 2026-27 – મહત્વની લિંક્સ
| કામ | લિંક |
|---|---|
| Official MYSY Website | અહીં ક્લિક કરો |
| New Student Registration | અહીં ક્લિક કરો |
| Student Login | અહીં ક્લિક કરો |
| Help Center List | અહીં ક્લિક કરો |
| દસ્તાવેજોના નમૂના / સૂચના | PDF જોવા માટે અહીં ક્લિક કરો |
MYSY Scholarship 2026-27 માટે ખાસ સૂચના
વિદ્યાર્થીઓએ છેલ્લી ઘડીએ ફોર્મ ભરવાનું ટાળવું. ઓનલાઈન અરજી કર્યા બાદ Document Verification માટેની તારીખ પણ ખાસ ધ્યાનમાં રાખવી. અરજીમાં આપવામાં આવેલી માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોમાં કોઈ ભૂલ ન રહે તે માટે Form Submit કરતા પહેલા તમામ વિગતો તપાસવી.
MYSY Scholarship 2026-27 સંબંધિત તારીખ, અરજી પ્રક્રિયા, દસ્તાવેજો અથવા અન્ય કોઈ મહત્વપૂર્ણ અપડેટમાં ફેરફાર થાય તો વિદ્યાર્થીઓએ અધિકૃત MYSY વેબસાઇટ પર મળતી નવીનતમ માહિતી તપાસવી.
MPESB Group 2 Sub Group 3 Result 2025 જાહેર, અહીંથી ચેક કરો