કુંવરબાઈનું મામેરું યોજના | સમાજ કલ્યાણ વિભાગ ગુજરાત
ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આર્થિક રીતે પછાત પરિવારોની કન્યાઓના લગ્ન પ્રસંગે સહાય આપવા માટે
કુંવરબાઈનું મામેરું યોજના અમલમાં મૂકવામાં આવી છે.
📌 કુંવરબાઈનું મામેરું ફોર્મ માટે જરૂરી દસ્તાવેજો
- કન્યાનો પાસપોર્ટ સાઈઝ ફોટો
- વર-કન્યાનો લગ્ન સમયે લેવાયેલ ફોટો
- કન્યા અને યુવકના આધાર કાર્ડ
- કન્યાના પિતા / વાલીનું આધાર કાર્ડ
- કન્યાની જાતિનો દાખલો (જો લાગુ પડે તો)
- યુવકની જાતિનો દાખલો (જો લાગુ પડે તો)
- રહેઠાણનો પુરાવો (લાઈટ બિલ / લાઈસન્સ / ભાડાકરાર / ચૂંટણી કાર્ડમાંથી કોઈ એક)
- કન્યાના પિતા / વાલીનો વાર્ષિક આવક દાખલો
- રેશન કાર્ડ (E-KYC કરેલું હોવું જરૂરી)
- કન્યાની જન્મ તારીખનો પુરાવો
- યુવકની જન્મ તારીખનો પુરાવો
- લગ્ન કંકોત્રી
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક (કન્યાના નામે)
- એકરારનામું
- બાહેંધરી પત્રક
- જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
- લગ્ન નોંધણી સમયે રજુ કરેલું લગ્ન વિજ્ઞપ્તિ ફોર્મ
👉 એકરારનામું અને બાહેંધરી પત્રકનો નમૂનો :
અહીં ક્લિક કરો
✅ પાત્રતાના માપદંડ
- ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા: રૂ. 1,20,000/-
- શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા: રૂ. 1,50,000/-
- યોજનાનો લાભ કુટુંબની વધુમાં વધુ બે પુખ્તવયની કન્યાઓ માટે મળે છે
- લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર 21 વર્ષ ફરજિયાત
💰 સહાયનું ધોરણ
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે
ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂ. 12,000/- ની સહાય ચેક દ્વારા ચૂકવવામાં આવે છે.
- લગ્ન થયાના 2 વર્ષની અંદર અરજી કરવી જરૂરી
- અરજી કન્યાના નામે કરવાની રહેશે
📝 અરજી પ્રક્રિયા
- આ યોજના માટે અરજી ઓનલાઇન કરવાની રહેશે
- ફોર્મ ભરવા માટે લેપટોપ અથવા ડેસ્કટોપ નો ઉપયોગ કરવો
👉 ઓફિશિયલ વેબસાઇટ :
https://esamajkalyan.gujarat.gov.in/
👉 ફોર્મનો નમૂનો :
અહીં ક્લિક કરો
📞 હેલ્પલાઇન નંબર
યોજનાની માહિતી અથવા અરજી દરમિયાન મદદ માટે તમારા જિલ્લાનો લાગુ પડતો હેલ્પલાઇન નંબર પર જ સંપર્ક કરવો.
📢 મહત્વપૂર્ણ સૂચના
- લગ્નના 2 વર્ષની અંદર જ અરજી માન્ય રહેશે
- અપૂર્ણ અથવા ખોટી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે
આ માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે વોટ્સએપ દ્વારા શેર કરો.