|શ્રી-૧|

INJOBMAHITI





સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના 2026 | Coaching Assistance Scheme Gujarat

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના

ગુજરાત સરકાર દ્વારા બિન અનામત (Open / EWS) વર્ગના વિદ્યાર્થીઓ માટે
સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.
આ યોજનાનો મુખ્ય હેતુ UPSC, GPSC, Police, Bank, SSC, Railway સહિતની સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે
કોચીંગ લેતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે.


યોજનાનું સ્વરૂપ અને સહાયની રકમ

આ યોજનામાં વિદ્યાર્થી દીઠ રૂ. 20,000/- અથવા વાસ્તવમાં ભરવાની થતી ફી,
બેમાંથી જે ઓછી હોય તે રકમ DBT (Direct Benefit Transfer) દ્વારા
સીધી વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

આ સહાય નીચે દર્શાવેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપલબ્ધ છે:

  • UPSC (Union Public Service Commission)
  • GPSC (Gujarat Public Service Commission)
  • State & Central Police Recruitment
  • SSC, Railway Recruitment Board
  • Banking Exams
  • GSSSB, Panchayat Service Selection Board
  • Class-1, Class-2 અને Class-3ની તમામ રાજ્ય અને કેન્દ્ર સરકારની પરીક્ષાઓ

આવક મર્યાદા

યોજનાનો લાભ મેળવવા માટે કુટુંબની વાર્ષિક આવક
રૂ. 6,00,000/- અથવા તેનાથી ઓછી હોવી ફરજિયાત છે.


કોચીંગ સહાય માટેની પાત્રતા શરતો

  • અરજદાર બિન અનામત (Open / EWS) વર્ગનો હોવો જોઈએ
  • યોજનાનો લાભ માત્ર એક જ વાર મળવાપાત્ર રહેશે
  • જે ભરતી પરીક્ષા માટે કોચીંગ લેવાનું છે તેની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા પૂર્ણ કરવી ફરજીયાત
  • ધોરણ 12 માં ઓછામાં ઓછા 60% ગુણ હોવા જરૂરી
  • ન્યૂનતમ 90 દિવસની તાલીમ ફરજીયાત

અરજી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ

  • ટ્યુશન ક્લાસમાં એડમિશન લીધાનું એડમિશન લેટર ફરજીયાત
  • ઓનલાઇન અરજી દરમિયાન તમામ દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે
  • ક્લાસ શરૂ થયાના 30 દિવસમાં અરજી અને ડોક્યુમેન્ટની હાર્ડકોપી સંબંધિત જિલ્લા કચેરીમાં જમા કરાવવી
  • સમયમર્યાદા બાદ રજૂ કરેલ હાર્ડકોપીથી અરજી રદ થશે
  • જિલ્લા કક્ષાએથી અરજી પૂર્તતા માટે પરત કરાય તો 15 દિવસમાં સુધારા કરી ઓનલાઇન ફરી સબમિટ કરવી

તાલીમ આપતી સંસ્થા માટેના માપદંડ

  • સંસ્થા Trust Act / Shop Act / Company Act / Cooperative Act હેઠળ નોંધાયેલી હોવી જોઈએ
  • ન્યૂનતમ 3 વર્ષનો સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ ફરજીયાત
  • છેલ્લા 3 વર્ષના IT Return ઉપલબ્ધ હોવા જોઈએ
  • માન્ય GST નંબર ફરજીયાત

જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • આધારકાર્ડ
  • ઉંમરનો પુરાવો (જન્મ પ્રમાણપત્ર / લિવિંગ સર્ટિફિકેટ)
  • રહેઠાણનો પુરાવો
  • બિન અનામત / EWS પ્રમાણપત્ર
  • આવક પ્રમાણપત્ર
  • ધોરણ 10 અને 12 ની માર્કશીટ
  • કોચીંગ સંસ્થાનું રજિસ્ટ્રેશન / GST પુરાવો
  • ફી ચુકવણીનો પુરાવો
  • સંસ્થાનું એડમિશન લેટર
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ

મહત્વપૂર્ણ નોંધ

આ યોજનાનો લાભ માત્ર Open / EWS કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને જ મળશે.


ઉપયોગી લિંક્સ

👉 રજીસ્ટ્રેશન માટે :
અહી ક્લિક કરો

👉 લૉગિન માટે :
અહી ક્લિક કરો

👉 વધુ માહિતી માટે :
અહી ક્લિક કરો

👉 ઓફિશિયલ વેબસાઈટ :
અહી ક્લિક કરો

📌 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો?

UPSC, GPSC, Police, Bank, SSC કે Railway જેવી પરીક્ષાઓ માટે યોગ્ય માર્ગદર્શન અને
કોચીંગ પસંદ કરવું સૌથી મહત્વનું પગલું છે. ઘણી વખત યોગ્ય માહિતીના અભાવે
વિદ્યાર્થીઓ ખોટા નિર્ણય લઈ બેસે છે.

જો તમે સરકારી ભરતીની નવી જાહેરાતો,
કોચીંગ સહાય યોજનાઓ,
ફ્રી સ્ટડી મટિરિયલ અને
વિશ્વસનીય તૈયારી ટીપ્સ એક જ જગ્યાએ મેળવવા માંગતા હો,
તો અમારી વેબસાઈટ તમને સતત મદદરૂપ થશે.


👉 નવી સરકારી ભરતી અને યોજના અપડેટ જુઓ

નોંધ: સાચી માહિતી અને સમયસર અરજી કરવાથી જ સફળતાની શક્યતા વધી જાય છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!